BAPS Quotes in Gujarati । BAPS ગુજરાતી સુવિચાર

Are You Looking for BAPS Quotes in Gujarati | શું તમે BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર શોધી રહ્યા છો? BAPS ગુજરાતી સુવિચાર તમારા માટે Daily Suvichar લાવ્યા છીએ. BAPS Suvichar | BAPS Gujarati Suvichar | Gujarati BAPS Suvichar | Pramukh Swami BAPS Suvichar | BAPS Daily Suvichar Status

Image of Swaminarayan suvichar in gujarati | Swaminarayan suvichar in gujarati | Image of Jay Swaminarayan in Gujarati text | Jay Swaminarayan in Gujarati text | Image of BAPS Daily suvichar | BAPS Daily suvichar

 BAPS Quotes in Gujarati । BAPS ગુજરાતી સુવિચાર

જ તેઓ વાણી ઉચ્ચારે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે. પરમાત્મામય સ્વામીશ્રીની ધીર, ગંભીર અને ગંગાના શાંતપ્રવાહની જેમ વહેતી વાણીમાં અનુભવનું ઊંડાણ છે. એટલે જ એ વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યા છે, લાખોની જીવનવાટિકાને લીલીછમ કરી છે, અનેકની ક્ષુલ્લકતાને મહાનતામાં બદલાવી છે.

હતાશ લોકોનાં જીવનમાં ઊજ્જ્વળ શ્રદ્ધાનો પ્રકાશ પાથર્યો છે, કેટલાયનાં જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, અનેકના અહંકારનો પડદો ચીરીને પરમાત્માના દિવ્ય આનંદને માણવાનું સદભાગ્ય આપ્યું છે.

તેમની અનુભવપૂત વાણીમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે આધ્યાત્મિક વિષયો ઉપરાંત બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રધર્મ, ઘરસભા, વાણીવિવેક જેવા રોજબરોજના જીવનવ્યવહારનાં મહત્ત્વનાં પાસાંઓ પર પણ અદ્‌ભુત માર્ગદર્શન છે.

એક નવા અંદાજમાં તમારું નામ લખી ને જય સ્વામિનારાયણ શુભકામના પાઠવો

દા.ત. તમારૂ નામ Hiren Ahirછે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી જન્મ દિવસનો સંદેશો શેર કરો એટલે તમારા નામનું કાર્ડ બની જશે.

BAPS ગુજરાતી સુવિચાર | BAPS Quotes in Gujarati

ભગવાનની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરીએ
તો આપણને અંતરે શાંતિ રહે,
બહાર પણ શાંતિ રહે.

આત્મા તેજસ્વી અને પ્રકાશમાન છે.
એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે
દુનિયામાં બધું જ સારું લાગશે.
કારણ કે એ પ્રકાશ જ એવો છે
કે એમાં સર્વનું સારું જ દેખાય.

જેમ મલ્લો દરરોજ કુસ્તી કરે તો મજબૂત થાય;
પોલીસખાતામાં રોજ લેફ્‌ટ-રાઇટ કરવું પડે;
એમ કથાવાર્તાનો અખાડો હોય
તો માણસનું ઘડતર થાય અને જ્ઞાન સિદ્ધ થાય છે.

BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર | BAPS Daily Suvichar

માણસ ગમે એટલું કરે,
પણ ભગવાનની કૃપા ન થાય
તો એનું કામ અધૂરું જ રહે.

પૈસાટકા, સમૃદ્ધિ કે કપડાં
એ આપણી શોભા નથી,
એ તો શરીરની શોભા છે.
આપણી શોભા ભગવાન ને સંત મળ્યા એ છે.

ગમે તે કાર્ય કરો પણ પ્રથમ એકાગ્ર થવાની જરૂર છે.
જે કાર્ય કરવું એનું જ નિશાન.
ભગવાનને રાજી કરવા છે તો ખાતાં-પીતાં,
નાહતાં-ધોતાં એક જ વૃત્તિ રહેવી જોઈએ.

આ પણ વાંચો, ગુજરાતી સુવિચાર શાળા માટે

BAPS Suvichar | BAPS Gujarati Suvichar

નિયમ-ધર્મની દૃઢતા એ
ખૂબ જ અગત્યની વસ્તુ છે.
આપણા વિકાસનું મુખ્ય કારણ છે.

પૂજા કરવા બેસીએ અને ટેલિફોન આવ્યો એવું ન થવું જોઈએ.
ગમે તે લાઈનમાં જાવ પણ એકાગ્રતા વગર કશું જ સિદ્ધ થતું નથી.
જે જે ભક્તો એકાગ્ર થયા છે એના ઉપર ભગવાન રાજી થયા છે.

લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે,
પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય.
એમ ભગવાન અને સંતને વિષે આત્મબુદ્ધિ
થઈ જાય તો બેડો પાર થઈ જાય.

Gujarati BAPS Suvichar | Pramukh Swami BAPS Suvichar

ગમે એટલાં તપ, વ્રત, દાન કરીએ તો એનાથી પુણ્ય વધે
અને એવાં અનંત પુણ્ય ભેગાં થાય ત્યારે પ્રગટની પ્રાપ્તિ થાય છે.

લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે,
પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય. એમ ભગવાન અને
સંતને વિષે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય.

ગમે તે ધર્મમાં માનતા હો પણ સદાચારી બનો.
સારું આચરણ કરશો તો તમે સુખી થશો,
કુટુંબ સુખી થશે, સમાજ સુખી થશે.
જીવનમાં નાનું-મોટું કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખવું.

Updated: June 18, 2023 — 10:46 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *